દેશ-વિદેશ
News of Friday, 11th October 2019

અમેરિકામાં ઈ-સિગરેટના સેવનથી 26 લોકોના મૃત્યુ: અન્ય લોકોના ફેફસા થયા પ્રભાવિત

નવી દિલ્હી: ઈ-સિગરેટના સેવનના કારણે આખી દુનિયાના લોકોના સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર થઇ રહી છે અમેરિકામાં ઈ સિગરેટના સેવનથી ઘણા લોકોના જીવ ચાલ્યા ગયા છે રોગ નિયંત્રણ કેન્દ્રએ આપેલ આંકડા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયે સિગરેટનું સેવન કરવાથી અમેરિકામાં 26 લોકો મોતને ભેટ્યા છે તેમજ 12999 લોકોના ફેફસાને પણ ખુબજ નુકશાન પહોંચી રહ્યું છે.

                        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 26 લોકો મોતને ભેટ્યા છે અમેરિકામાં અલગ અલગ રાજ્યોના લોકો ઈ સિગરેટનો શિકાર બન્યા છે અને તેમાં સૌથી વધારે યુવા વર્ગનો સમાવેશ થતો હોવાનું માલુમ પડી રહ્યું છે જે આ ઈ સિગરેટનો શિકાર બન્યા છે તેમની વય 17થી 75 વર્ષની માલુમ પડી રહી છે.

(6:19 pm IST)