દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

પાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પાપુઆ ન્યૂ ગિનીમાં આજે ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 નોંધાઈ છે, જે બાદ અહીં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી દીધી છે કે કેટલાક દ્વિપ પર સુનામી આવી શકે છે. સમુદ્રમાં સુનામીની નાની લહેરો ઉઠી રહી છે. સુનામીનો સૌથી વધુ ખતરો પીએનજી, સોલોમન દ્વીપ પર છે.

(5:53 pm IST)