દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે

કરાચી તા.૧૧: પાકિસ્તાનના કરાચીમાં રહેતો આસિફ બિલાલ નામનો યુવક પેન્સિલમાંથી આર્ટવર્ક તૈયાર કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડવા માથે થનગની રહ્યો છે. કરાચીમાં તેણે પોતાનો સ્ટુડિયો બનાવ્યો છે જેમાં તેણે નવો ડેકોરેટિવ પીસ ઉમેર્યો છે. આ પીસ છે હજારો પેન્સિલમાંથી બનેલો હીંચકો. એમાં લગભગ ૩૦,૦૦૦ પેન્સિલ વપરાઇ છે જેના અલગ-અલગ શેપમાં લગભગ એક લાખથી વધુ ટુકડા કરીને વાપરવામાં આવ્યા છે. આસિફનંુ કહેવું છે કે તે દસ વર્ર્ષનો હતો ત્યારથી રંગબેરંગી પેન્સિલો એકઠી કરવાનો શોખીન હતો. શરૂઆતમાં લોકો તેના પર હસતા હતા. જો કે આસિફ જયારે માત્ર ૧૯ વર્ષનો હતો ત્યારે પેન્સિલોની ગોઠવણી કરીને સોૈથી ઊંચો ટાવર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે જેને લોકો નકામી પેન્સિલો માનતા હતા એ વાપરીને એને જ નવો ઓપ આપીને જાતજાતની ચીજો બનાવી છે. હીંચકો એમાંથી એક છે. આ ઉપરાંત તેણે સોફા, ખુરસી અને અન્ય ફર્નિચર પણ પેન્સિલમાંથી બનાવ્યા છે.(૧.૧૬)

(4:03 pm IST)