જાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ? જીમ કે ડાન્સ?
તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરી, વધતા વજનને સરળતાથી કંટ્રોલ કરી શકો છો
આજકાલ દોડધામ ભર્યા આ જીવનમાં ફિટનેસનું ધ્યાન રાખવુ ખુબ જ મુશ્કેલ બની ગયુ છે. આ જ કારણ છે કે નાની ઉંમરના બાળકો પણ મોટાપાનો શિકાર થઈ રહ્યા છે.
આજકાલ ખાણી-પીણીના કારણે દર ત્રણમાંથી એક વ્યકિત મોટાપાથી હેરાન છે. જેટલી સરળતાથી મોટાપો વધી જાય છે, તેને ઘટાડવો એટલો જ મુશ્કેલ હોય છે. પરંતુ, જો તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરો, તો તમે વધતા વજનને સરળતાથી કંટ્રોલ કરી શકો છો.
જ્યારે બોડી મેન્ટેન રાખવાની વાત આવે તો લોકો વિચારમાં પડી જાય છે કે, શરીરને ફીટ રાખવા માટે જીમ શ્રેષ્ઠ છે કે ડાન્સ?
જો તમારે શરીરના એક ભાગ માટે મહેનત કરવી હોય તો તેના માટે જીમ શ્રેષ્ઠ છે. પરંતુ, જો તમારે આખા શરીરનો વજન ઓછો કરવો છે તો તેના માટે ડાન્સ શ્રેષ્ઠ છે.
ભલે ડાન્સ થેરેપીના પરિણામ નબળા મળે છે પરંતુ, શરીરને ફીટ રાખવા માટે ડાન્સ સૌથી શ્રેષ્ઠ છે અને જો તમે મજબુત માંસપેશીઓ ઇચ્છો છો તો તેના માટે જીમ બેસ્ટ છે.
એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, જીમ ટ્રેઇનર વગર જીમમાં વર્કઆઉટ કરવુ ખતરનાક બની શકે છે. ઉપરાંત તમે યોગ્ય રીતે વર્કઆઉટ કરતા નથી, તો તમારૂ શરીર બેડોળ બની શકે છે.