News of Wednesday, 11th September 2019
પુરપાટ ઝડપે જતી કાર ચલાવતા ચલાવતા ડ્રાઈવરને અચાનક આવી ઊંઘ: ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક કાર ડ્રાઈવીંગનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈને અચરજ લાગી જાય તેવી આ ઘટના છે. વીડિયોમાં દેખાડવામા આવી રહ્યું છે કે એક શખ્સ કારને ચલાવી રહ્યો છે ત્યારે અચાનક જ તેમને ઊંઘ આવી જાય છે તે સમયે તેમની કારની ગતિ ખુબજ ઝડપી હોય છે આ વીડિયોએ ટ્વીટર પર યુઝર્સને હેરાન પરેશાન કરી દીધા છે.
કહેવાય રહ્યું છે કે ટેસ્લા ઓટો પાયલેટ ફંક્શન આ કાર વિષે કંપનીએ જણાવ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એ માટે ડ્રાઈવરનું એલર્ટ રહેવું ખુબજ જરૂરી છે. આ વીડિયોમાં ડ્રાઈવર શાંતિથી ઊંઘી રહતે નજરે પડી રહ્યો છે અને તેની કાર એટલી જ ઝડપથી ચાલી રહી છે.
(6:35 pm IST)