દેશ-વિદેશ
News of Wednesday, 11th September 2019

ઇઝરાયલનો હમાસને નિશાન બનાવીને હવાઈ હુમલો

નવી દિલ્હી: ઇઝરાયલના યુદ્ધક વિમાનોએ ગાઝા પટ્ટીમાં બુધવારના રોજ આતંકવાદી સંગઠન હમાસના વિસ્તારને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો ઇઝરાયલ પર મંગળવારના રોજ રાત્રીના સમયે આતંક્વાદીઓદ્વારા કરવામાં આવેલ રોકેટ  હુમલાના વળતા જવાબમાં ઇઝરાયલના યુદ્ધક વિમાનો અને  ડ્રોન વિમાનોએ ગાઝા પટ્ટી પર  ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસની જગ્યાને નિશાન બનાવીને હુમલો કર્યો છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલના અશદોદ અને અશ્કેલોન શહેરોની નજીક ગાઝાથી ચાર રોકેટ દાગવામાં આવ્યા હતા જેના  વળતા જવાબના હુમલામાં ઇઝરાયણદ્વારા હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)