દેશ-વિદેશ
News of Wednesday, 11th September 2019

૯૦૦૦ રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઇએ ૨૭ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

લંડન,તા.૧૧:૭૧ વર્ષના રિચર્ડ કિડવેલ નામના નિવૃત્ત્। એન્જિનિયર પર એક નોટિસ આવી, જેમાં ૧૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૯૦૦૦ રૂપિયાનું ચલાન હતું. તેમણે લિમિટેડ સ્પીડ ઝોનમાં  સ્પીડ ડ્રાઇવિંગ કર્યું હતું એટલે આ દંડ થયો હતો. જોકે રિચર્ડને વિશ્વાસ હતો કે તેમણે કોઈ સ્પીડ લિમિટનું ઉલ્લંઘન નથી કર્યું એટલે પહેલાં તો તેમણે કોઈ જવાબ ન આપ્યો. એને કારણે તેમની પર દંડ ન ભરવા બદલ કોર્ટમાંં કેસ થયો. આ કાર્યવાહી ત્રણ વર્ષ સુધી ચાલી. એ માટે ૧૮ લાખ રૂપિયા જેટલો ખર્ચ વકીલોને રોકવામાં અને ઉપરાંત કોર્ટ ફી અને અન્ય ચીજોનો ખર્ચ થઈને કુલ ૨૭ લાખ રૂપિયાનું આંધણ થઈ ગયું. બ્રિસ્ટલ પાસે રહેતા રિચર્ડનો દાવો હતો કે તેઓ સ્પીડમાં ગાડી નહોતા ચલાવતા. કોર્ટમાં ઇલેકટ્રેનિકસના નિષ્ણાતે પણ કહ્યું કે જે કેમેરામાં તેમની કાર સ્પીડિંગ માટે ઝડપાઈ છે એમાં એ બીજી કારની બાજુમાં ચાલી રહી છે. એવામાં કેમેરાના રેકોર્ડગમાં ભૂલ હોઈ શકે છે. એમ છતાં વોર્સેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હજી કેસ ચાલી રહ્યો છે. રિચર્ડનું કહેવું છે કે હવે તેમણે બહુ મોટી બચતની રકમ આ કેસ પાછળ ગુમાવી દીધી છે હવે કેસનું જે થવું હોય એ થાય. તેમનો પરિવાર પણ માને છે કે એના કરતાં તો પેલો દંડ ભરી દીધો હોત તો સારૃં થાત.

(3:21 pm IST)