દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

પાકિસ્તાનમાં ચીની કર્મચારીઓની બસ પર હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાનના કવેટા શહેરમાં ચીનના કર્મચારીઓને લઈને જતી એક બસ પર શનિવારના રોજ આત્મઘાતી હુમલો થયો જેમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ હુમલાની જવાબદારી બલુચ અલગાવવાદી સંગઠને લીધી છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપવા માટે વિસ્ફોટકોથી ભરેલ એક વહનનો ઉપયોગ કર્યો હતો કર્મચારીઓના કાર્યસ્થળ પર પહોંચીને તેમને આ હુમલો કર્યો હતો.

 

(7:11 pm IST)