દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

કેલિફોર્નિયાના જંગલની આગ આવતા મહિને કન્ટ્રોલમાં આવશે

કેલિફોર્નિયાના કલીવલેન્ડ નેશનલ ફોરેસ્ટમાં લાગેલી આગ દિવસે-દિવસે ભયાનક બનતી જાય છે. આ દવને હોલી ફાયર નામ મળ્યું છે. એણે અતયાર સુધીમાં દસ જણનો જીવ લીધો છે અને એમાં ૧૮ હેકટર જંગલ-વિસ્તાર બળી ગયો છે. આગ એટલી રૌદ્ર છે કે એના પર માત્ર પાંચ ટકા અંકુશ પામી શકાશે. ગઇકાલે આ આગ દક્ષિણ કેલિફોર્નિયાના રહેણાંક વિસ્તારોના ઉંબરે પહોંચી ગઇ હતી. વીસ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જંગલમાં ઇરાદાપૂર્વક આગ લગાડનાર આરોપીને પોલીસે પકડી લીધો છે. આગને ઓલવવા પ્લેનમાંથી પણ પાણી નાખવામાં આવી રહ્યું. દવને જોવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે. હોલી ફાયર ઉપરાંત કેલિફોર્નિયામાં ડઝનેક દવ સામે ફાયર-ફાઇટરો ઝઝૂમી રહ્યા છે.(૮.૧૧)

(3:46 pm IST)