દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેકસાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી

રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા : અચાનક વ્યકિતએ કહ્યું...

ટેકસાસ તા. ૧૧ : અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેકસાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યકિતને આ જરાય ગમ્યું નહીં. તેણે મહિલાને ચહેરો ઢાંકી લેવા જણાવ્યું અને મહિલાએ ચાદર પોતાના ચહેરા પર નાખી દીધી. મહિલાએ તેની વાતનું માન રાખ્યું અને બાળકને સ્તનપાન કરાવતી વખતે ચહેરો ઢાંકેલો રાખ્યો. આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ સાથે જ ચહેરો ઢાંકવાનું કહેનાર વ્યકિતને ભરપૂર ટીકા થઈ રહી છે. લોકોનો તર્ક છે કે તે મહિલા કોઈ મુસ્લિમ દેશમાં નહતી. મહિલાને ચહેરો ઢાંકવા માટે કેમ જણાવાયું?

મહિલાનું નામ મેલેની ડુડલે છે. તેનું બાળક ૪ માસનું છે. યાહુ લાઈફસ્ટાઈલના રિપોર્ટ મુજબ ડુડલેના ચહેરાને ચાદરથી ઢાંકવાની ઘટના અચાનક જ ઘટી. ડુડલેએ કહ્યું કે હું રજાઓમાં મારા પરિવાર સાથે ફરવા ગઈ હતી અને એક વ્યકિતએ મને ચહેરો ઢાંકી લેવાનું કહ્યું. આમ તો હું સતર્ક રહુ છું પરંતુ તે સમયે અમે રેસ્ટોરાની પાછળની તરફ બેઠા હતાં. જયારે ડુડલેએ ચાદર નાખી તો તેના પતિએ તેની તસવીર લઈ લીધી. આ તસવીરને કેરોલ લોકવુડે શેર કરી. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૭૨૦૦૦ લોકોએ લાઈક કરી છે અને ૨,૧૬,૦૦૦ લોકોએ શેર કરી તથા ૧૮૦૦૦ કોમેન્ટ આવી છે.(૨૧.૫)

(10:29 am IST)