દેશ-વિદેશ
News of Wednesday, 11th July 2018

એક કિલોમીટર દૂરથી ટાર્ગેટને બાળી નાખે એવી ગન તૈયાર કરી છે ચીની સંશોધકોએ

હોલિવુડની નકલ કરીને ચીનના સંશોધકોએ  ખાસ લેઝર ગન બનાવી છે. આ ગનની ખાસીયત એ છે કે  એમાંથી ગોળીને બદલે લેઝરના બીમ નીકળે છે. આ બીમ એક કિલોમીટર દુર  ઉભેલા ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. આ  ગનમાંથી નીકળતા લેઝરના કિરણો નરી આંખે જોઇ શકાતા નથી, પરંતુ એ ટાર્ગેટ સાથે ટકારાતા ની સાથે જ કાર્બનાઇઝેશની પ્રક્રિયા શરૂ કરી દે છે.  એનાથી બારી કે બારણાની બીજી તરફ ઉભેલી વ્યકિતને પણ ટાર્ગેટ  બનાવી શકાય છે. એની કિંમત લગભગ દસ લાખ રૂપિયા જેટલી છે.  એનાથી એક જ વારમાં લગભગ ૧૦૦૦ વખત લેઝર બીમ ફેંકી શકાય છે.  હાલમાં આ ગન પોલીસને આપવામાં આવશે અને એનો ઉપયોગ ચીની સેના દ્વારા પણ થઇ શકે છે. આ ગનનુ વજન ત્રણ કિલો જેટલુ છે. અને દેખાવ એકે-૪૭ જેવો જ છે. એની ખાસિયત એ છે કે દુશ્મનને ખબર પણ ન પડે એ રીતે સેંકડો મીટર દુર રહેલા ટાર્ગેઠ પર હુમલો થઇ શકશે.

(11:55 am IST)