દેશ-વિદેશ
News of Friday, 11th June 2021

ઓસ્ટ્રેલિયાની એક મહિલાને થયો કડવો અનુભવ:દ્રાક્ષના બોક્સમાંથી નીકળ્યું ઉંદરનું ભ્રુણ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની એક મહિલાને આવો જ અનુભવ થયો. તેની સાથે એક વિચિત્ર ઘટના બની. એમા નામની આ મહિલા સુપરમાર્કેટમાંથી લાલ દ્રાક્ષ લાવી હતી. રસદાર હેલ્ધી ફ્રુટનું પેકેટ તેણે ખોલીને જોયું તો તેમાંથી ઉંદરનું ભ્રૂણ નીકળ્યું. આ જોઈને જ તેની ભૂખ જ મરી ગઈ. ઓસ્ટ્રેલિયાની એમાએ લાલ દ્રાક્ષની વચ્ચે રહેલાં ઉંદરના ભ્રૂણનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તે એટલા માટે ચર્ચાનો વિષય બન્યો કારણ કે મહિલાએ આ રસદાર ફળની ખરીદી ત્યાંના ફેમસ સ્ટોર વૂલવર્થ્સમાંથી કરી હતી.એમાએ તેની ફેસબુક પોસ્ટ પર લખ્યું કે, મંગળવારે રાતે મારી ભૂખ મરી ગઈ. જ્યારે ભૂખ સંતોષવા માટે મેં પેકેટમાંથી દ્રાક્ષ બહાર કાઢી તો તેમાંથી બેબી માઉસ અથવા ઉંદરનું ભ્રૂણ નીકળ્યું. દ્રાક્ષના પેકેટમાં મળેલા ઉંદરના ભ્રૂણની વાતથી અમે ચિંતિત છીએ. અમારા સ્ટોરમાં ફ્રેશ ફ્રૂટ જ સર્વ થાય છે. જો તમે અમારી પ્રોડક્ટથી સંતુષ્ટ નથી તો તમે પેકેટ માટે રિફંડ લઈ શકો છો અથવા રિપ્લેસ કરી શકો છો.

(6:05 pm IST)