દેશ-વિદેશ
News of Friday, 11th June 2021

પાકિસ્તાનમાં કોરોના વિરુદ્ધ રસીકરણ ન લેનારનું સીમકાર્ડ બ્લોક કરવાની ધમકી આપવામાં આવી રહી હોવાની માહિતી

નવી દિલ્હી: Corona વિરુદ્ધ રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા વિવિધ લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં સિમકાર્ડ બ્લોક કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે ગુરુવારે કોરોના વાયરસની રસી નહીં લેનારા લોકોના મોબાઇલ સિમકાર્ડ્સને બ્લૉક કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના આરોગ્ય પ્રધાન ડૉ. યાસ્મિન રશીદની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન, નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે લોકોને રસી અપાય, તેમના સિમકાર્ડ બ્લૉક કરવામાં આવશે. બેઠકમાં સિવિલ અને લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ નિર્ણય લીધો કે 12 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વૉક-ઇન રસીકરણ શરૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પાકિસ્તાને 70 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્‍નક્કી કર્યું છે.

(6:00 pm IST)