દેશ-વિદેશ
News of Friday, 11th June 2021

ડેન્ગ્યુના તાવના કેસમાં આ મચ્છરો ઘટાડો કરતા હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી : ડેન્ગ્યુ તાવના કેસમાં 77% જેટલો ઘટાડો થઈ શકે તેવી "ક્રાંતિકારી" ટ્રાયલ કરવામાં સફળતા મળી હોવાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. મચ્છરોને એવી રીતે ભ્રમિત કરાય છે કે તેઓ બીમારી ફેલાવી શકતા નથી. વિજ્ઞાનીઓએ એવા મચ્છરોનો ઉપયોગ કર્યો, જેમને "ચમત્કારિક" બૅક્ટેરિયાથી ચેપી બનાવાયા હોય. ચેપને કારણે મચ્છરોની ડેન્ગ્યુ ફેલાવાની ક્ષમતા ઘટી જાય છે.

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા શહેરમાં ટ્રાયલ યોજવામાં આવી હતી અને વધુ જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે, જેથી વાઇરસને નાબૂદ કરી શકાય. વર્લ્ડ મૉસ્કિટો પ્રોગ્રામની ટીમ કહે છે કે દુનિયાભરમાં ફેલાયેલા વાઇરસની નાબૂદી આનાથી શક્ય બની શકે છે. 50 વર્ષ પહેલાં બહુ થોડા લોકોએ ડેન્ગ્યુ વિશે સાંભળ્યું હતું, પરંતુ રોગચાળો ધીમે ધીમે વિશ્વમાં ફેલાતો રહ્યો છે અને તેના કેસની સંખ્યામાં નાટકિય વધારો થતો રહ્યો.

(5:59 pm IST)