વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષના અંતર પર એક નવા એક્સોપ્લેનેટની શોધ કરી હોવાની માહિતી
નવી દિલ્હી: વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ (exoplanet)ની શોધ કરી છે. આ અદ્ભૂત ગ્રહને જોયા બાદ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે તેના પર ઘરતીની જેમ જ પાણીનાં વાદળ મળી શકે છે. આ એક્સોપ્લેનેટ આપણા નભ મંડળની બહારનો ગ્રહ છે. TOI-1231 b નામનો આ ગ્રહ 24 દિવસમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. આ ગ્રહ આપણા સૂર્યની પરિક્રમા નથી કરતો બલકે એક લાલ અથલા તો એમ ટાઈપનાં લઘુ તારાની પરિક્રમા કરે છે. આ તારાને LNTT 24399 (NLTT 24399) માનથી ઓળખવામાં આવે છે. આ તારો સૂર્યછી ઘણો નાનો અને ધીમો પણ છે. આ ગ્રહની શોધ પર વિસ્તૃત અધ્યયન પણ કરવામાં આવી રહ્યું છે જેને ધ એસ્ટ્રોનોમિકલ જર્નલનાં અંકમાં પ્રકાશિત કરવાની યોજના પણ છે. આ પ્રોજેક્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડાયના ડ્રૈગોમિરનાં જણાવ્યા પ્રમાણે TOI-1231 b પૃથ્વીની તુલનામાં સૂર્યનાં મુકાબલે પોતાના તારાથી આઠ ગણો નજીકમાં છે. જો કે તેનું તાપમાન પૃથ્વી જેવું જ છે. ઓછી ચમક અને ઠંડા તારાને લઈ આઠ ગણા નજીક હોવા છતા આ ગ્રહનું તાપમાન નથી વધી રહ્યું