દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

આ મહિલાએ ઓનલાઇન ભીખ માંગીને 34.81 લાખ રૂપિયા ભેગા કર્યા

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં પોલીસે એક યુરોપિયન મહિલાની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે પોલીસનું કહેવું છે કે મહિલાએ લોકો પાસેથી ઓનલાઇન ભીખ માંગીને 17 દિવસની અંદર 34 લાખ 81 હજાર રૂપિયાની ચોરી કરી લીધી છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર તેમને બાળકોના ફોટા પોસ્ટ કરીને રાખ્યા છે અને લોકોને કહે છે કે તેના પતિએ તેમને છોડી દીધી છે અને માથા પર બાળકોનું પોષણ કરવાનું છે પરંતુ આ મહિલાના પૂર્વ પતિએ પોલીસને તેની અસલિયત કહી દેતા પોલીસે તેની ધરપકડ કરીને તેનો પર્દા ફાશ કરી દીધો છે.

(6:27 pm IST)