દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

પ્રવાસીઓને લઈને જતી નાવડી ડૂબી જતા 7 લોકોના મોત

નવી દિલ્હી: પ્રવાસીઓને લઈને જતી એક નાવડી યુનાનના લેસબોસ દ્વીપની નજીક મંગળવારના રોજ ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 7 લોકો મોતને ભેટ્યા છે તટ રક્ષકે  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યુરોપીય સંઘની સીમા ગશ્તી નાવડીની મદદથી 57 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમજ અન્ય લોકોની તપાસ પણ શરૂ છે.પ્રવાસીઓ મામલે નાગરિકતાઓના સંબંધમાં કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.

(6:24 pm IST)