દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

આટલી સુંદરતાથી લોકોનું ધ્યાન ભટકશે

ટ્રાફિક-પોલીસે સુંદર મહિલાનું ચલાન કાપીને લખી નાખ્યું,

લંડન તા. ૧૧: જો તમે ટ્રાફિકનો નિયમ તોડો તો પોલીસ તમને રોકીને દંડનું ચલાન કાપી આપે એ સ્વાભાવિક છે. જોકે ઉરૂગ્વેના પાયસન્દુ શહેરમાં રપ મેએ એક મહિલાને રોકીને ટ્રાફિક-પોલીસે ચલાન કાપી આપ્યું એ આમ દંડની પરચીઓ જેવું નહોતું. વાત એમ હતી કે પોલીસે એક મહિલાને રોકીને તેની સાથે ફલર્ટ કરવાની કોશિશ કરેલી. મહિલાનો શું ગુનો હતો એની ખબર ન હતી, પણ તેને જે દંડની પરચી કાપી આપવામાં આવી એમાં ભારોભાર ફલર્ટ હતું. સ્પેનિશ ભાષામાં એમાં લખેલું, 'આટલીબધી સુંદરતાને કારણે રસ્તા પરના અન્ય લોકોનું ધ્યાન ભટકી શકે છે અને દુર્ઘટના સર્જાઇ શકે છે. આટલું ઓછું હોય એમ તેણે ચોખ્ખેચોખ્ખું ફલર્ટ પણ કરી લીધું, સ્પેનિશ ભાષામાં તેણે Te Amo લખ્યું જેનો મતલબ થાય 'આઇ લવ યુ'

નસીબજોગ મહિલાએ આ વાતને હળવાશથી લેવાને બદલે એ પરથી સોશ્યલ મીડિયા પર રજુ કરી દીધી. ઉરૂગ્વેમાં એ જબરી વાઇરલ થઇ અને હવે આ લખી આપનાર ટ્રાફિક-પોલીસ કોણ છે એની શોધખોળ ચાલી રહી છે. જો તે પકડાયો અને કામ વખતે આવું ફલર્ટ કર્યાનું સાબિત થશે તો તેની નોકરી જઇ શકે છે.

(3:30 pm IST)