દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હૃદયની સુરક્ષા કરે છે : કાચી ડુંગળીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી લોહિની સમસ્યા પણ દુર થાય છે.

કેન્સર સામે રક્ષણ કરે છે : કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ હોય છે. સલ્ફર પેટ, ફેફસા, બ્રેસ્ટ, પોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ પેશાબમાં થતી સમસ્યાને પણ ખતમ કરે છે.

ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક : જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈંસલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે : ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે.

કબજિયાત દૂર કરે છે : કાચી ડુંગળીમાં રહેલા રેશા પેટના અંદર  ખોરાક બહાર કાઢે છે. જેથી પેટ તંદુરસ્ત રહે છે અને સાફ પણ થઈ જાય છે. જેથી તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો.

(11:44 am IST)