દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

હિલ વાળા ચંપલ પહેરતા પહેલા રાખો આટલુ ધ્યાન !

હિલ વાળા ચંપલ કે શૂઝ પહેરવાનો શોખ લગભગ દરેક મહિલાઓને હશે પણ ઘણીવાર કેટલીક મહિલાઓ આવા ચંપલ પહેવાનું એટાલ માટે ટાળતી હોય છે કારણ કે તેઓને ડર હોય છે કે કયાંક તેમનો પગ લપસી ન પડે. જો તમે આવી કોઈ સમસ્યાથી પીડાવ છો અને અંદરથી આવા ચંપલ પહેરવાની તીવ્ર ઈચ્છા છે આટલી બાબતોનું રાખો ધ્યાન

. હાઈ હિલ પહેરવાનો શોખ ધરાવતા હોવ તો પહેલા તો તમારા ભયને બાજુએ મુકી દો. સૌથી પહેલા તમારામાં આત્મવિશ્વાસ કેળવો કે હાઈ હિલ્સમાં તમે તમારી જાતને કમ્ફર્ટેબલ રાખી શકો છો.

. સૌપ્રથમ હિલ્સમાં ઊભા રહેવાની પ્રેકિટસ કરો. તેના માટે એક ફુલ લેન્થ મિરર સામે ઊભા રહો. કાચની સામે આમ-તમે ચાલીને પ્રકિટસ કરો. તમારા પગ જ્યાં ખોટા પડી રહ્યા હોય તેને મિરરમાં જોઈને સુધારી લો.

. કેટલીકવાર હિલ પહેર્યા બાદ તમારી ચાલ લથડાવા લાગે છે. હોઈ શકે કે તમારા ફુટવેરનું ફિટિંગ બરાબર નથી. માટે તમે જ્યારે ફુટવેર ખરીદો ત્યારે તેનું ફિટિંગ ચેક કરી લો.

. હિલના પટ્ટાને યોગ્ય રીતે બાંધો. તે તમારી બોડીને બેઇેન્સ કરવામાં મદદ કરશે.

. તમારી હિલ જેટલી નાની હશે તમે તેટલું જ કમ્ફર્ટેબલ અનુભવશો. જો તેમાં વધારે પડતા પટ્ટા અને અન્ય ડિઝાઈનર અટેચમેન્ટ હશે તો તમને ચાલવામાં મુશ્કેલી પડશે. માટે બને તો સરળ હિલ પસંદ કરો.

. સારી હાઈટ અને કમ્ફર્ટ બંને સાથે મેળવવા માટે તમારે પ્લેટફોર્મ હિલ ટ્રાય કરવી જોઈએ.

. તમારા પગને સીધા રાખવાનો પ્રયાસ કરો અને જેટલું બની શકે તેટલા તમારા પગને એકબીજાની સાથે રાખો અને ચાલવાનું શરૂ કરો અને ધ્યાનમાં રાખો કે તમારા પગ સહેજપણ બથડાય નહિં.

(11:44 am IST)