દેશ-વિદેશ
News of Monday, 11th June 2018

કેન્સરપીડિતોની મદદ માટે આયલેન્ડમાં ૨પ૦૦ મહિલાઓઅે અેકસાથે નિર્વસ્ત્ર થઇને ડુબકી લગાવીઃ ૨.૧૯ કરોડ રૂપિયા અેકત્ર કર્યા

આયલેન્ડઃ આયલેન્ડના વિકલોમાં 2500થી વધારે મહિલાઓએ એક સાથે નિર્વસ્ત્ર થઈને સમુદ્રમાં ડુબકી લગાવી હતી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર તે વખતે આ જગ્યા પર ખુબ જ ઠંડી હતી અને તાપામાન 12 ડિગ્રી આસપાસ હતું. આ મહિલાઓએ આટલી ઠંડીમાં આ પગલું કેન્સર પીડિતોની મદદ કરી રહેલી સંસ્થા પિંક ટાઈ માટે ઉઠાવ્યું હતું.

કાર્યક્રમની ખાસ વાત એ હતી કે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલી ઘણી મહિલાઓ કેન્સર પીડિત હતી. આ કાર્યક્રમ દરમિયાન ચેરિટી માટે 2 કરોડ 19 લાખ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પર્થના નામ પર હતો. જ્યાં 786 લોકોએ નિર્વસ્ત્ર થઈને સમુદ્રમાં ડુબકી લગાવી હતી.

ડી ફેદરસ્ટોન છેલ્લા 6 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. અમેરિકી ન્યૂઝ પેપર ઈન્ડિપેન્ડેંટથી તે કહે છે કે, 'મને લાગતું હતું કે અહિંયા અંદાજીત 1500 લોકો આવશે. પરંતુ અહીં 2500 લોકો આવ્યા હતા અને આખો સમુદ્ર કિનારો ભરાય ગયો હતો. આ ખુબ જ શાનદાર રહ્યું.'

ફેદરસ્ટોન જણાવે છે કે, 'આ કાર્યક્રમમાં સામેલ અડધી મહિલાઓ કેન્સર પીડિત છે, અથવા તો તે ક્યારેક કેન્સરનો શિકાર બની હોય. જે તમામ મહિલાઓ અહિંયા આવી હતી. દરેક મહિલા પાસે પોતાની કહાની હતી કે તે અહીં શા માટે આવી હતી.'

(7:12 pm IST)