દેશ-વિદેશ
News of Monday, 11th June 2018

તમે વધુ લાગણીશીલ બનશો તો ઓલ્ઝાઈમર્સ થવાનું રિસ્ક વધશે

સંવેદનાઓ અને લાગણીઓ બહુ તીવ્રપણે અનુભવવી એ કયારેક જોખમી બની શકે એવું સ્વીડનના નિષ્ણાંતોનું કહેવું છે. વધુ પડતી લાગણીશીલ મહિલાઓ રોજબરોજના જીવનમાં ઘટતી ઘટનાઓને કારણે ખૂબ સ્ટ્રેસ ફીલ કરે છે. આ સ્ટ્રેસને કારણે મગજની કામગીરીમાં ગરબડ થવાની સંભાવના વધે છે. સ્વીડનના સાયન્ટિસ્ટોનું કહેવુ છે કે ખાસ કરીને મહિલાઓ લાંબા સમય સુધી આવી સ્ટ્રેસફુલ કન્ડિશનમાં રહે તો તેમને ઓલ્ઝાઈમર્સ ડિસીઝ થવાનું રિસ્ક વધી જાય છે. સ્ટ્રેસથી બ્રેઈનના ચોક્કસ ન્યુરોન્સ બહુ જલદીથી ડેમેજ થાય છે અને સરવાળે મગજની કાર્યક્ષમતા ધીમી પડે છે. સેન્સિટિવ સ્ત્રીઓ જો ચિંતિત રહેવાની પ્રકૃતિવાળી હોય તો આ રિસ્ક વધી જાય છે. મહિલાઓમાં નાની-નાની વાતે વ્યાકુળ થઈ ઉઠવાની ન્યુરોટિસિઝમ નામની સમસ્યા વધુ જોવા મળે છે અને આવી મહિલાઓ એજિંગ-પ્રોસેસ દરમ્યાન મેમરી-ટેસ્ટમાં નબળી પડે છે અને લાંબાગાળે ઓલ્ઝાઈમર્સનું રિસ્ક વધે છે.

(3:47 pm IST)