દેશ-વિદેશ
News of Monday, 11th June 2018

સોશ્યલ મીડિયા પર નેગેટિવ અનુભવ થયો હોય તો પણ ડિપ્રેશનની સંભાવના વધી જાય

નવી દિલ્હી તા. ૧૧ : આજકાલના ગંસ્ટર્સ માટે સોશ્યલ મીડીયા બીજી વર્ચ્યુઅલ દુનિયા છે. રિયલ લાઇફમાં નકારાત્મક અનુભવોને કારણે એન્ગ્ઝાયટી અને ડિપ્રેશન વધે એ તો સ્વાભાવિક છે, પરંતુ અમેરિકાની યુનિવર્સિટી ઓ પિટ્સબર્ગના નિષ્ણાંતોનું કહેવું છે કે સોશ્યલ મીડિયાના અનુભવો પણ માનસિક સ્વાસ્થ્ય પર બહુ ઉંડી છાપ છોડે છે. અભ્યાસકર્તાઓએ ૧૮ થી ૩૦ વર્ષની વયના ૧૧૭૯ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો હતો. સોશ્યલ મીડિયાના તેમના અનુભાવોનો ઉંડો અભ્યાસ થાય એવો સર્વે કરવામાં આવ્યો હતો. સાઇકિયાટ્રિસ્ટો દ્વારા આ વિદ્યાર્થીઓનું બિહેવિયર માનસિક રીતે ડિપ્રેસિવ લક્ષણો માટે ઓબ્ઝર્વ કરવામાં આવ્યું એમાં જોવા મળ્યું હતું કે જે વિદ્યાર્થીઓને સોશ્યલ મીડીયામાં તેમની એકિટિવીટીના પ્રમાણમાં દસ ટકા જેટલા નકારાત્મક અનુભવો થયા હોય તેમનામાં ડિપ્રેશનના લક્ષણોનું પ્રમાણ હોવાની સંભાવના ર૦ ટકા જેટલી હતી.

(2:42 pm IST)