દેશ-વિદેશ
News of Tuesday, 11th May 2021

17મી મેથી બ્રિટનમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે:પબ અને બાર ખુલી શકે છે

નવી દિલ્હી: સોમવારે બ્રિટનથી પણ આવા જ સમાચાર આવ્યા જેમાં આશાની કિરણ જોવા મળી રહી છે. મૂળે, બ્રિટેને ઘોષણા કરી દીધી છે કે આગામી 17 મેથી કોરોના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે. એ જણાવવું જરૂરી છે કે બ્રિટન થોડા મહિનાઓ દરમિયાન યૂકે વેરિયન્ટના કારણે ગંભીર રીતે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું હતું. બ્રિટનમાં પહેલી લહેર દરમિયાન પણ કોરોનાનો પ્રભાવ ખૂબ મજબૂત હતો પરંતુ સામાન્ય કોરોના વાયરસથી 70 ગણો વધુ સંક્રામક યૂકે વેરિયન્ટે બ્રિટનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દીધો હતો. બ્રિટન હવે આ સમયમાંથી બહાર આવી રહ્યું છે.

            ડેઇલી મેલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ખૂબ ભાવનાત્મક હેડિંટ આપવામાં આવ્યું છે. રિપોર્ટનું હેડિંગ કહે છે કે 17 મેથી બ્રિટનવાસી પોતાના સગા-સંબંધીઓ અને નજીકના લોકોને ભેટી શકશે. લોકો બાર અને પબ જઈ શકશે. હોલિડે ઉજવી શકશે. કોઈ નિકટતમના દુ:ખનો હિસ્સો બનવા માટે તેમના પ્રિયજનની અંતિમ યાત્રામાં સામેલ થઈ શકશે. સિનેમા, હોટલ, સંગ્રહાલય ફરી એક વાર ખુલશે. જોકે પ્રતિબંધોમાં છુટ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. બ્રિટિશ સરકાર 21 જૂન સુધી લોકડાઉન ખતમ કરવાની તૈયારીમાં છે.

(6:46 pm IST)