દેશ-વિદેશ
News of Tuesday, 11th May 2021

અમેરિકામાં હવે ટૂંક સમયમાં બાળકોને આપવામાં આવશે રસી

નવી દિલ્હી: અમેરિકામાં હવે બાળકોને કોરોના રસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે.અમેરિકી ખાદ્ય અને ઔષધી પ્રશાસને ફાઈઝર બાયોએનટેકની કોવિડ 19 વેકસીન 12થી15 વર્ષની વયના કિશોરોને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે.એફડીએના કાર્યકારી આયુક્ત (કમિ શ્નરર) જેનેટ વુડપાંકે જણાવ્યું હતું કે વેકસીનના ઉપયોગને લઈને લેવામાં આવેલો નિર્ણય અને સામાન્ય સ્થિતિમાં પરત ફરવાની નજીક લાવશે.

(6:41 pm IST)