દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ: અખાતમાં યુદ્ધજહાજો અને પૅટ્રિયટ મિસાઇલો તહેતાન

યૂએસ બી-52 વિમાનો પણ મોકલ્યા : ઈરાને અમેરિકાની આ તૈયારીને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ્યું

ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા મધ્યપૂર્વમાં પૅટ્રિયટ મિસાઇલ સીસ્ટમ મોકલી રહ્યું છે

યુદ્ધજહાજ 'યૂએસએસ આર્લિંગ્ટન'ને અખાતમાં યૂએસએસ અબ્રાહમ લિંકન ફાઇટર ગ્રૂપમાં સામેલ કરવામાં આવશે. તેમાં તહેનાત વિમાનો જમીન અને પાણી એમ બન્ને પર નિશાન સાધી શકે છે.

અમેરિકાના સુરક્ષા વિભાગ પૅન્ટાગોનનું કહેવું છે કે કતારની એક સૈન્ય છાવણી પર બૉમ્બ વરસાવનારાં યૂએસ બી-52 વિમાનો પણ મોકલી દેવાયાં છે.

વિભાગનું કહેવું છે કે મધ્યપૂર્વમાં અમેરિકાની સેનાને ઈરાનના સંભવિત ખતરામાંથી બચાવવા માટે આ પગલાં લેવાયાં છે. જોકે, જોખમના પ્રકાર અંગે તે હાલ કંઈ કહી શકે એમ નથી.

ઈરાને આ દરેક બાબતોને બકવાસ ગણાવી છે. ઈરાને અમેરિકાની આ તૈયારીને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ્યું છે, જેનો હેતુ તેમના દેશને ડરાવવાનો છે.

(11:19 pm IST)