દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

જયારે 5500 ફૂટની ઊંચાઈ પર જઈને પાયલોટ બેહોશ થતા અફડાતફડી સર્જાઈ

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોમાં એક પછી એક વિમાનની ઘટના બનતી રહે છે જેના કારણે સહુ કોઈને  અચરજ  લાગી રહી છે. ઓસ્ટ્રેલિયાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ટ્રેની પાયલોટ કોકપીટમાં બેહોશ થઇ ગયો અને લગભગ 40 મિનિટ સુધી તે બેહોશીની હાલતમાં વિમાન ઉડાવતો રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ટ્રાંસપોર્ટ સેફટી બ્યુરોએ આ ઘટનાને એક ગંભીર  રૂપનું નામ આપ્યું છે.

(6:03 pm IST)