દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

ઓસ્ટ્રેલિયામાં તાલીમ લેતો પાયલટ બેભાન થયો છતાં વિમાન ૪૦ મિનિટ સુધી ઉડતુ જ રહ્યું

કેનબરા : ઓસ્ટ્રેલિયામાં ફલાઇટની સવારે નાશ્તો ચૂકી ગયેલા અને પાછળથી બેભાન બની ગયેલા તાલીમાર્થી પાયલોટે નિયંત્રિત એરસ્પેસની ઉપર લગભગ ૪૦ મિનિટ સુધી વિમાન ઉડાડયું હતું.

ઓસ્ટ્રલિયા ટ્રાન્સપોર્ટ સેફટી બ્યુરો(એટીએસબી)એ નવ માર્ચની આ ગંભીર દુર્ઘટનાનો અહેવાલ રજૂ કર્યો હતો. એટીએસબીએ કહ્યું હતું કે ફલાઇટ પર જવાની એક રાત પહેંલા પાયલોટે નાશ્તો કર્યો નહતો અને પુરતી ઉંદ્ય પણ લીધી નહતી. એણે માત્ર એનર્જી ડ્રીન્ક અને થોડુ પાણી જ પીધું હતું.

તેણે એકલા એ જ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પોર્ટ ઓગસ્ટા એરપોર્ટથી પેરાફિલ્ડ એરપોર્ટ, એડિલેડની ફલાઇટ શરૂ કરી હતી. ફલાઈટ પર જતાં પહેલાં એણે આરામ કર્યો નહતો અને તેને શરદી પણ થઇ ગઇ હતી'એમ એટીએસબીએ કહ્યું હતું.

૫૫૦૦ ફુટની ઉંચાઇએ તેને માથામાં દુખાવો શરૂ થયો હતો અને ઓટોપાયલોટ પર મૂકી તે સુઇ ગયો હતો. ડાયમંડ ડીએ૪૦ વિમાને સવારે અગીયાર વાગે કેલિયરન્સ વિના જએડિલેડના નિયંત્રિત એરસ્પેસમાં પ્રવેશ કર્યો હતો.

એર ટ્રાફિક કન્ટ્રોલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયા હતા. એ વખતે એડિલેડની દક્ષિણેથી પસાર થઇ રહેલા એક અન્ય વિમાને આ દ્રશ્ય જોયું. તેણે જાણ કરી કે હવે કોલ કરો પાયલોટ ભાનમાં આવી ગયો છે. ત્યાર પછી એક એન્ય વિમાન દ્વારા એસ્કોર્ટ કરીને તેને નીચે લાવવામાં આવ્યું હતું.

આ ઘટના પછી ફલાઇટ ટ્રેનિંગ એડિલેડે એટીએસબીને કહ્યું હતું કે તેઓ હવે વિદ્યાર્થીએ અગાઉ ૨૪ કે ૪૮ કલાકની ઉંઘ લીધી હતી કે કેમ તેની લોગબુકમાં જાણ કરવા સહિત અન્ય પગલાં ભરશે. ઉપરાંત તાલીમાર્થીએ છેલ્લે કયારે ભોજન કર્યું હતું અને કયા પ્રકારનો ખોરાક ખાધો હતો તેની ખાસ નોંધ રાખશે.

(2:02 pm IST)