દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

ઘરમાં મેળવો પાર્લર જેવી સુંદરતા, તૈયાર કરો આ ફેસ માસ્ક

મહિલાઓ પોતાને સુંદર બનાવી રાખવા પાર્લરમાં ઘણા રૂપિયા ખર્ચ કરતી હોય છે. જે મહિલાઓ આ પાર્લરના ખર્ચને પહોચી ન વળથી હોય તેના માટે ઘરમાં જ પાર્લર જેવો લુક તૈયાર કરતો એક ઉપાય સામે આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીનકાળથી હળદરને અલગ-અલગ દજાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢી દર પેઢી હળદળનો ઉપયોગ દવા તરિકે વધી રહ્યો છે. તેના આ ગુણોમાં કારણે ફુસ પેક, ફેસ વૉશ અને ક્રિમમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘરે બેઠા ફેસ માસ્ક બનાવવા માટેની રીતઃફેસ માસ્ક બનાવવા માટે અડધી ચમચી બેસનો લોટ, જેમાં હળદર, મધ અને થોડુ દૂધ ભેળવો. આ બધી ચીજોને બરાબર ભેળવી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવીને ૧૫ મીનીટ માટે રહેવા દો. ૧૫ મીનીટ બાદ તેને નોર્મલ પાણીથી સાફ કરી લો. નોર્મલ પાણીથી સાફ કર્યા બાદ ચહેરા પર ટોનર લગાવો, ત્યારે બાદ તમે જે મોઈસ્ચ્યુરાઈજશ કે ક્રીમનો ઉપયોગ કરો છો તેને લગાવો. જો કે ફેશિયલ કર્યા બાદ બહાર તડકામાં ફરવાથી તેનું રિએકશન આવવાની સંભાવના વધારે હોય છે. આ ફેશિયલનો ઉપયોગ રાત્રે કરવો વધુ ગુણકારી છે.

(9:44 am IST)