દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ...

બીટને અંગ્રેજીમાં 'બીટરૂટ' કહેવાય છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેન્સરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદીન એક આખું બીટ જ ખાવું. પણ તમે રોજ રોજ અડધું બીટ ખાશો તો પણ ખરેખર ઘણા ફાયદાઓ થશે.

 બીટમાંથી તમને એન્ટી ઓકસીડેન્ટ, કૈલ્શિયમ, ખનીજ તત્વો, મેગ્રેશિયમ, આયરન, સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન અને  અન્ય વિટામિન્સ પણ મળી રહેશે.

 બીટનું જ્યૂસ પણ ફાયદાકારક છે. આ માનવ શરીરમાં લોહિ વધારવાનું કામ કરે છે. આ જ્યૂસ હેપેટાઈટીસ, કમળો, ઉબકા અને ઉલટિના ઉપચારમાં લાભદાયક છે.

 આના સેવનથી કબજીયાત મટે છે. શોધકર્તા અનુસાર દરરોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી ૬ કલાકમાં વ્યકિતને બ્લડ પ્રેશરની સમસ્યામાં ઘટાડો થાય છે.

 

(9:42 am IST)