દેશ-વિદેશ
News of Friday, 11th May 2018

સવારે ચા જરૂર પીવો, પણ ખાલી પેટે નહીં હો..

મોટા ભાગના લોકો સવારે ઉઠીને ચા પીવે છે, પરંતુ તમે જાણો છો કે ખાલી પેટ ચા પીવી એ શરીર માટે હાનિકારક છે. હાલમાં થયેલ કેટલાક અભ્યાસોની વાત કરીએ તો ખાલી પેટે ચા પીવી એ એક ખરાબ આદત છે.

સવારે ખાલી પેટે ચા પીવાથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે, તેથી સવારે ઉઠીને ખાલી પેટ ચા ન પીવો તો સારૂ રહેશે. ખાલી પેટે ચાનું સેવન કરવાથી તેમાં રહેલ ખાંડ પણ પેટમાં જાય છે, જેથી શરીરનું વજન વધે છે.

સવારના સમયે ચા પીવાથી શરીરમાં થાક અને સ્વભાવમાં ચીડીયાપણુ બની રહે છે. ખાલી પેટે ચા પીવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. જો તમને એસીડીટીની સમસ્યા છે, તો સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાનું બંધ કરી દો.

(9:53 am IST)