દેશ-વિદેશ
News of Friday, 11th May 2018

કોલેજીયન છોકરાઓ માટે વેસ્ટર્ન જીન્સ

હાલ કાર્ગો જીન્સનું ચલણ : જોગર્શ અને રિપ્ડની પણ ભારે માંગ

ફેશનની આ દુનિયામાં અનેક પ્રકારના જીન્સ છે. કોલેજીયન છોકરાઓ માટે કપડાની પસંદગી એ ખૂબ જ મહત્વની બાબત છે. કોલેજીયન છોકરાઓ મોટે ભાગે મોર્ડન લુક પસંદ કરે છે અને તમને ખબર છે છોકરીઓ મોર્ડન લુકવાળા છોકરાઓથી વધુ ઝડપથી ઈમ્પ્રેશ થઈ જાય છે.

જોગર્શ :

આ જીન્સ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આવા જીન્સ પહેરવાથી તમને કુલ લુક મળે છે. તેની સાથે તમે સફેદ અથવા કાળા રંગના સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકો છો.

કાર્ગો :

કાર્ગો જીન્સ પહેરવાથી તમને કુલ અને ફન્કી લુક મળે છેે. ઉનાળામાં આ પ્રકારના જીન્સની માંગ ખૂબ વધી છે. આવા જીન્સની સાથે તમે શોર્ટ સ્લીવનું ટી-શર્ટ પહેરી શકો છો.

એન્કર લેન્થ :

આવા આછા રંગના સાદા એન્કર લેન્થ જીન્સ છોકરાની પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવે છે. તેની સાથે બ્લેક ટી-શર્ટ પહેરવાથી ખૂબ જ સુંદર લાગશે.

રિપ્ડ :

હાલ રિપ્ડ જીન્સનું પણ ચલણ ખૂબ જ વધ્યું છે. મોટા ભાગે આવા જીન્સનું કાપડ સોફટ હોવાથી પહેરવામાં કમ્ફર્ટેબલ છે. આવા જીન્સમાં કટવાળી ડિઝાઈન હોવાથી ફન્કી લુક મળે છે.

(9:52 am IST)