દેશ-વિદેશ
News of Monday, 11th February 2019

૩૩ વર્ષ પહેલાં ૯૦૦ રૂપિયામાં ખરીદેલી વિંટીના ઊપજયા ૬૮ કરોડ રૂપિયા

લંડન તા.૧૧: લંડનમાં રહેતા પંચાવન વર્ષના ડેબ્રા ગોડાર્ડ નામનાં બહેને ૩૩ વર્ષ પહેલાં એક સેલમાંથી દસ પાઉન્ડમાં એક વિંટી ખરીદેલી. તેને એમ જ હતુ઼ કે આ એક ક્રિસ્ટલની વિંટી છે. એમ છતાં તેણે એને પોતાની જવેલરીની સાથે બોકસમાં જ રાખી મૂકેલી. ડેબ્રા સામાજિક કાર્યકર છે અને તેણે ૨૦ બાળકો દત્તક લીધાં છે. આવા સંજોગોમાં બાળકોના ઉછેર માટે તેને વધુ પૈસાની જરૂર હોવાથી થોડાક સમય પહેલાં તેણે પોતાની કેટલીક જવેલરી વેચવા કાઢી. તેને ખબર જ હતી કે આ ક્રિસ્ટલની વિંટીનું ખાસ કંઇ ઊપજશે નહી, પણ જયારે જરૂરિયાત હોય ત્યારે જે બસો-પાંચસો મળે એ સારૃં જ છે એમ વિચારીને જવેલરીને એનું મુલ્ય આંકવા કહ્યું. જવેલરે જે મૂલ્યાંકન કર્યું એ આંખો પહોળી કરનારૃં હતું. આ ક્રિસ્ટલ નહીં પણ ૨૬.૨૭ કેરેટનો જેમસ્ટોન હતો. આ વિંટીનું તો ઓકશન કરવું જોઇએ એમ વિચારીને ડેબ્રાએ શોધબીઝ ઓકશન હાઉસને આ નમૂનો આપ્યો. એ કંપનીએ પણ વેલ્યુએશન બહું ઊંચું આકયું અને આખરે ૪,૭૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૬૮ કરોડ રૂપિયામાં એ વિંટી વેચાઇ.

(10:22 am IST)