દેશ-વિદેશ
News of Monday, 11th January 2021

ઓએમજી......આ મહિલાએ એક ચેલેન્જ પુરી કરવા 100 દિવસ સુધી પહેરી રાખ્યા કપડાં

નવી દિલ્હી: શિયાળાની સીઝનમાં ન્હાવામાંથી મુક્તિ મળે એટલે કેટલાક લોકોને જાણે જીવતે જીવતા મોક્ષ મળી ગયો હોય એવી અનુભુતી થાય. કેટલાક લોકો દરરોજ કપડાં બદલે છે તો કેટલાક એક જોડી બે દિવસ સુધી ચલાવે છે. કોલેજની હોસ્ટેલમાં રહેતા યુવાનો તો એક જીન્સ પાંચ દિવસ સુધી પહેરી કાઢે. ઉપરના શર્ટ કે ટી શર્ટ જ બદલે. આ સિવાય પણ જ્યારે બહાર પ્રસંગ કે પાર્ટી અથવા કોઈના ઘરે જવાનું થાય ત્યાર કપડાં બદલવાની નોબત આવે. પણ કોઈએ ક્યારેય એક જ આઉટફીટ અઠવાડિયા કે મહિના સુધી પહેરી રાખ્યું છે ખરા? એ પણ સતત? આટલું વાંચ્યા બાદ એમ થાય આવું થોડી હોય? પણ આવું બન્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે એક મહિલા જેણે પોતાનો એક જ ડ્રેસ સતત 100 દિવસ સુધી પહેરી રાખ્યો હતો. હા, આ વાત બિલકુલ સાચી છે. બોસ્ટનમાં રહેતી સારા રોબિન્સ કોલે પોતાનો એક જ બ્લેક કલરનો ડ્રેસ સતત 100 દિવસ સુધી પહેરી રાખ્યો છે.

       રિપોર્ટ અનુસાર ફેશનથી અપગ્રેડ થયા વગર પોતાની લાઈફને સાદગીથી જીવવા માટે સારાએ છેલ્લે સપ્ટેમ્બરમાં 100 ડે ડ્રેસ ચેલેન્જડ લીધી હતી. સતત ત્રણ મહિનાથી વધારે સમય સુધી ડ્રેસ પહેરીને આ પડકાર પૂરો કર્યો છે. સતત 100 દિવસ સુધી બ્લેક ડ્રેસ પહેરી રાખ્યો હતો. જેનું નામ merino wool dress છે. સારાએ પોતાની ઓફિસ જવા માટે પણ રોવેના સ્વિંગ ડ્રેસ પહેર્યો હતો. જે તે ચર્ચામાં પહેરતી હતી. વૉક દરમિયાન પહેર્યો અને ક્રિસમસ વખતે પણ આ ડ્રેસ પહેરી રાખ્યો હતો. આ ઉપરાંત જરૂરિયા અનુસાર રંગીન જેકેટ, સ્કાર્ફ અને સ્કર્ટ પણ પહેર્યા છે.

(5:14 pm IST)