દેશ-વિદેશ
News of Monday, 11th January 2021

ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઉડાન ભર્યા બાદ થોડાજ સમયમાં વિમાન નીચે પડતા કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ થોડાં સમયમાં જ જાવાના સમુદ્રમાં તૂટી પડેલાં શ્રીવિજયના એરલાઇનના બોઇંગ વિમાનના બ્લેક બોક્સ અને અન્ય કાટમાળ શોધવા માટે આજે જાવાના સમુદ્રમાં મરજીવાઓ કામે લાગ્યા હતા. ઇન્ડોનેશિયાની સરકારનું કહેવું છે કે વિમાન તરફથી જે-તે સમયે મળેલા ઇમરજન્સી સિગ્નલના આધારે બ્લેક બોલ્ક અને પ્લેનના અન્ય ભાગોનું લોકેશન નિશ્ચિત થયું છે. પ્લેનનો કાટમાળ સમુદ્રમાં 75 ફૂટ નીચે હોવાના સિગ્નલ રેસ્ક્યુ ટીમને મળ્યા છે.

       ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના વડા બુગસ પુરૂહિતોનું કહવું છે કે રેસ્ક્યુમાં કાર્યરત અધિકારીઓનું કહેવું છે કે તેમણે પ્લેનના બ્લેક બોક્સ અને કાટમાળનું લોકેશન નિશ્ચિત કરી લીધું છે. પ્લેનમાંથી ટ્રાન્સમિટ કરવામાં આવેલા ઇમરજન્સી સિગ્નલને આ સમુદ્રમાં રહેલા નેવી શીપની સોનાર સિસ્ટમ દ્વારા રિસીવ કરવામાં આવ્યા હતા.

(5:14 pm IST)