દેશ-વિદેશ
News of Thursday, 11th January 2018

તુર્કમેનિસ્તાનના પ્રેસિડન્ટનું ગાડપણ, બ્લેક રંગની કાર પર બેન મૂકી દીધો

મોસ્કો તા.૧૧ :  તુર્કમેનિસ્તાનના પ્રેસિડન્ટ ગુર્બાગુલી બેર્દિમુહમ્મેદોવે પહેલી જાન્યુઆરીથી રાજધાની અશ્કાબાદમાં કાળા રંગની કાર પર પ્રતિબંધ મુકી દીધો છે, કારણ કે પ્રેસિડન્ટને માત્ર સફેદ રગની કાર ગમે છે અને તેથી આવી કાળા રંગની કારને જપ્ત કરવામાં આવી રહી છે. પોલીસ આવી કાળા રંગની તમામ કારને ટોઈગ કરીને પોલીસ સ્ટેશનોમાં જમા કરે છે અને પછી કારના માલિક પાસે કારનો રંગ બદલાવી લેવાનું બોન્ડ લખાવી લે છે. કાર માલિકે ફટાફટ કારનો રંગ સફેદ અથવા બીજો કોઇ લાઇટ રંગ કરવો પડે છે. જે કાર માલિકો કારનો રંગ બદલવા તૈયાર નથી. પ્રેસિડેન્ટ રાજધાનીના શહેરને વાઇટ માર્બલથી સજાવવાનું શરૂ કર્યુ છે અને તેઓ સફેદ રંગની કાર્પેટ બિછાવવવામાં આવે છે. અને સફેદ રંગના ફલવારથી સુશોભન થાય છે તેઓ પણ સફેદ રંગના વસ્ત્રોમાં આવે છે.

(11:32 am IST)