દેશ-વિદેશ
News of Tuesday, 10th December 2019

પાકિસ્તાનમાં મહિલા પોલિયો કાર્યકરની ગોળી મારીને હત્યા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં, થ્રી વ્હીલરમાં એક મહિલા પોલિયો કાર્યકરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલામાં ડ્રાઈવર ઘાયલ થયો હતો. સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં હુમલો થયો હતો, જેમાં બિસ્તાઝ બીબી નામની મહિલાનું મોત નીપજ્યું હતું અને ડ્રાઇવર અબ્દુલ રઉફ ઘાયલ થયો હતો. હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.

(5:49 pm IST)