દેશ-વિદેશ
News of Tuesday, 10th December 2019

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બદથી બદતરઃ કિન્નરોન પણ ખાવાના સાંસા

કરાંચી,તા.૧૦: પાકિસ્તાનમાં મોંદ્યવારીએ માઝા મૂકતા અને રેકોર્ડતોડ આર્થિક બદતર સ્થિતિનો માર સમાજના બીજા કેટલાંય ભાગની સરખામણીમાં કિન્નરો પર પણ પડ્યો છે. સ્થિતિ એટલે સુધી આવી ગઇ કે તેમના માટે બે ટંકની રોટલી મેળવવામાં પણ ફાંફાં પડી રહ્યા છે. કિન્નરોનું કહેવું છે કે જયારે લોકોની પાસે નોટ છે જ નહીં તો તેઓ અમારા પર ભલા કેવી રીતે ન્યોછાવાર કરે? કિન્નર સમુદાયનું કહેવું છે કે એક સમય હતો જયારે આ વિસ્તારમાં લોકોની ભીડ રહેતી હતી. લોકો તેમને કાર્યક્રમો માટે બોલાવતા હતા.

 સ્થિતિ એટલે સુધી આવતી કે તેમની પાસે તમામ માટે સમય પણ રહેતો નથી અને લોકોને નિરાશ થઇને પાછા જવુ પડતુ હતું. આજે સ્થિતિ એ છે કે તેમના વિસ્તાર તેમની મહેફિલો વેરાન પડી ગઇ છે.

કેટરીના નામની ૨૯ વર્ષની એક કિન્નરે કહ્યું કે એ પણ એક સમય હતો જયારે અમારા વિસ્તારના લોકોથી ગુલજાર રહેતા હતા. મ્યુઝિક પાર્ટીઓના બુકિંગ માટે લોકોની અમારા લોકો પાસે ભીડ રહેતી હતી. હવે એક્કલ-દોક્કલ કાર્યક્રમમાં જો જઇ તો પણ ખાલી હાથ જ પાછા ફરવું પડે છે. લોકોની પાસે ખાવા માટે પૈસા નથી તો તેઓ નોટ કેવી રીતે ન્યોછાવર કરશે. એક સમય હતો ત્રણ કે ચાર કિન્નર કોઇ નૃત્ય અને સંગીત કાર્યક્રમ માટે બોલાવતા અને સરળતાથી ૨૫ થી ૩૦ હજાર રૂપિયા મળી જતા હતા. તેમાં અડધા તો અમારે અમારા ગુરૂને આપવા પડતા હતા પરંતુ તેમ છતાંય અમારા લોકો માટે ઠીક-ઠાક બચી જતા હતા. મોંદ્યવારીની સુનામી જ આ કિન્નરો માટે મુસીબત નથી. તેમને એ કટ્ટરપંથીઓનો પણ સામનોકરવો પડી રહ્યો છે જેમણે પોતાના વિસ્તારોમાં નૃત્ય અને સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની શીમેલ એસોસીએશનની પ્રમુખ ફરજાના એ કહ્યું કે તેઓ પેશાવર અને તેની આસપાસ નૃત્ય અને સંગીતના કાર્યક્રમો પર પ્રતિબંધના લીધે પેશાવર છોડીને કરાચીમાં વસવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને કોઇ વૈકલ્પિક રોજગારી સરકાર આપે તો અમે 'નાચવા-ગાવાનું' છોડી દઇશું. પરંતુ કોઇ કરે તો ખરા.

એકસપ્રેસ ન્યૂઝના આ રિપોર્ટમાં કહ્યું છે કે ટ્રાન્સઝેન્ડર સમુદાયના લોકો પર તાજેતરમાં હિંસા પણ વધી છે. ખૈબર પખ્તૂનખ્વામાં જ છેલ્લાં ચાર વર્ષમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના ૬૪ લોકોની હત્યા થઇ ચૂકી છે.

(3:53 pm IST)