દેશ-વિદેશ
News of Tuesday, 10th December 2019

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી 'ડીએનએ' બદલાઇ ગયા

બદલાઇ ગઇ આખી ઓળખઃ અમેરિકન પોલિસ તપાસ કરી રહી છે કે આવા ફેરફારથી ફોરેન્સીક તપાસને કેવી અસર થઇ શકે

વોશિંગ્ટનઃ બોનમેરો ટ્રાન્સપ્લાંટ પછી અમેરીકાના નેવાડાના રહેવાસી શખ્સના ડીએનએ બદલાઇ ગયા હતા. તે વ્યકિતને જર્મન મૂળના વ્યકિતએ બોનમેરો આપ્યા હતા, જેના પછી તે શખ્સ સંપૂર્ણ ઓળખ જ બદલાઇ ગઇ હતી.

રેનોના ક્રિસ લોંગે લ્યુકેમિયાના ઇલાજ પછી જોયું કે તેનાથી લોહી જ નહોતું બદલાયું પણ તેનામાં ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા. વાશો કાઉન્ટીના શેરિફ વિભાગમાં કરતા લોંગે જણાવ્યું કે આ પરિવર્તનોથી તે ઘણો ડરી ગયો હતો. તેને એવું લાગવા માંડયું કે તેની અસલી ઓળખ જ કયાંક ન જતી રહે. હવે તેના પોલિસ સહ કર્મચારીઓએ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ પ્રકારના પરિવર્તનો ગુનાહીત કેસો અને ફોરેન્સીક તપાસમાં શું અસર કરી શકે. લોંગ સાથે કામ કરતા ડાર્વી સ્ટાઇનમેરઝે કહ્યું કે કેટલાક દિવસો પછી તો અમે આશ્ચર્યચકિત થઇ ગયા હતા કે તે સંપૂર્ણપણે બદલાઇ ચૂકયો છે. ૨૦૦૬માં વોશિંગ્ટનની બીડીયા ફેરચાઇલ્ડ નામની મહિલા સાથે પણ આવું જ બન્યું હતું.

વાશો કાઉન્ટી શેરિફ ઓફિસરમાં ફોરેન્સીક લેબ ચલાવતી રેની રોમેરોએ કહ્યું કે લોંગના લોહીના બધા ડીએનએ તેના ઓપરેશનના ત્રણ મહિના પછી બદલાઇ ગયા હતા. ચાર વર્ષ પછી લોંગને જાણ થઇ કે તેના હોઠ અને ગાલના ભાગમાં ડોનરના ડીએનએ હતા. આ ફેરફારે તેને કાઇમેરા બનાવી દીધો હતો. કાઇમેરાનો મતલબ એવો થાય કે તેની પાસે ડીએનએના બે સેટ હતા. બધા સેમ્પલોથી જાણવા મળ્યું કે લોંગના માથાના અને છાતીના વાળને જ અસર નહોતી થઇ.

(3:39 pm IST)