દેશ-વિદેશ
News of Tuesday, 10th December 2019

બિકિની રાઉન્ડમાં મિસ ફ્રાન્સ રેમ્પ પર જ લપસી ગઈ, તેણે ઊઠીને કહ્યું...

ન્યુયોર્ક,તા.૧૦: અમેરિકાના એટલાન્ટામાં મિસ યુનિવર્સ ૨૦૧૯ની સ્પર્ધા દરમ્યાન બિકિની રાઉન્ડ ચાલી રહ્યો હતો ત્યારે ફર્શ ભીની હોવાને કારણે દ્યણી સ્પર્ધકો લપસતાં-લપસતાં બચી હતી, જયારે ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કરતી માએવા કૂચ નામની યુવતી તો લિટરલી લપસીને ભોંય ભેગી જ થઈ ગઈ હતી અને તેના ખભે લગાવેલું કપડું પણ સરકી ગયું હતું.

એમ છતાં તે બીજી જ પળે હસતી-હસતી ઊભી થઈ. દર્શકો સ્તબ્ધ હતા, પણ તેણે પોતે તાળીઓ પાડીને જજની સામે જોયું અને ત્યાંથી એ જ આત્મવિશ્વાસભરી અદા સાથે નીકળી ગઈ.

આ દ્યટના પછી મિસ માએવાએ ઇન્સ્ટાગ્રામ પર પોતે પડી ગયેલી એ દ્યટનાનો વિડિયો શેર કરીને લખ્યું હતું,  'આ દ્યટના પરથી મને એટલું શીખવા મળ્યું કે એક સ્ત્રીના જીવનમાં પડી ગયા પછી ઊઠીને ફરીથી કામે લાગી પડવું એ બહુ જ મહત્વપૂર્ણ વાત છે.'

(3:35 pm IST)