દેશ-વિદેશ
News of Monday, 10th December 2018

હાઇ પ્રોટીન નાસ્તા દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ કરો

ડાયાબીટીસ ઝડપથી વિસ્તરી રહેલી બીમારી છે અને તેની ઝપટમાં દર પાંચ માંથી એક વ્યકિત આવી રહી છે. ડાયાબીટીસના અચુક ઇલાજની વાત કરીએ તો હાલમાં તે ઉપલબ્ધ નથી પણ જરૂરી તકેદારી અને હેલ્ધી ડાયેટ દ્વારા તેને કંટ્રોલમાં રાખી શકાય છે.

ડાયાબીટીસની પરિસ્થિતિમાં પેશન્ટમાં કાર્બોહાઇડ્રેટનું પાચન કરવું મુશ્કેલ બની જાય છે. અને તેના કારણે હાઇબ્લડ સુગરની તકલીફ ઉભી થવા લાગે છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતો દર્દીઓને થોડા થોડા સમયે ખાવાની સલાહ આપે છે. અને કાર્બોહાઇડ્રેટની જગ્યાએ વધારે પ્રોટ્રીન લેવા પર ભાર મુકે છે.

આમતો પ્રોટીન બ્લડ સુગરને કંટ્રોલ કરનાર ગણવામાં આવે છે. તેના લાંબા સમય સુધી પેટ ભયંું હોય તેવું લાગે છે. પ્રોટીન પેટને ધીમે-ધીમે ખાલી કરવાનું કામ કરે છે. તે સ્ટાર્ચ ને આંતરડા સુધી પહોંચાડવામાં મોડુ પણ કરે છે જેથી સ્ટાર્ચ લોહીમાં જતા પહેલા જ ગ્લુકોઝમાં પરિવર્તીત થઇ જાય છે.

પ્રોટીન શામાંથી મળે?

દહીં: દહીમાં પ્રોટીન અધિકપ્રમાણમાં મળે છે. નિષ્ણાંતો અનુસાર, દહીંની એક નાની વાટકીમાં ૧૩ ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં કેલ્શીયમ પણ યોગ્ય પ્રમાણમાં મળે છે. તે લો કાર્બ સ્નેક છે. દહીંને લીલા શાકભાજી સાથે ખાવાથી ફાયદો થાય છે.

પનીર : પનીર પર પ્રોટીનનો સારો સ્ત્રોત છે. લો ફેટના દૂધ માંથી બનેલ પનીરમાં લગભગ ૧૨ ગ્રામ પ્રોટીન મળે છે. તેમાં કેલ્શીયમ પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં જો સુરજમુખીના બી અથવા દાણા સાથે ખાવામાં આવે તો બહુ જ ફાયદાકારક બને છે.

બદામ : દરેક મીઠી વસ્તુથી સુગર નથી વધતી. બદામ અથવા સૂકા ફળો જેમ કે સફરજનની સુકવણી અથવા સુકા મેવા ડાયાબીટીસમાં બહુ ફાયદાકારક છે.

સુકા કડક બી : સુરણ, સૂરજમુખી, તરબૂચ અને તલના બીને થોડુંક મીઠુ નાખીને શેકી લો. તેમાંથી મળતું પ્રોટીન તમને બીજી કોઇ ચીજમાંથી નહીં મળે. મીનરલ્સ અને વિટામીનોથી ભરપૂર આ વસ્તુઓ ડાયાબીટીસના દર્દીઓ માટે બહુ ફાયદાકારક છે.

ઇંડા અને મરીઃ જો કોઇ વ્યકિતને ડાયાબીટીસ હોય તો તેણે પોતાના ખોરાકમાં એક બાફેલું ઇંડુ શામેલ કરવું જોઇએ. એક ઇંડામાં લગભગ છ ગ્રામ પ્રોટીન હોય છે જયારે કાબોહાઇડ્રેટ લગભગ શુન્ય હોય છે. કાળા મરી પણ ડાયાબીટીસના કંટ્રોલ માટે જરૂરી છે.

જો કે એ પણ જણાવી દઇએ કે ડાયાબીટીસમાં કેવળ પ્રોટીન લેવું જ પર્યાપ્ત નથી. તમારી દિનચર્યામાં કસરતને પણ શામેલ કરવી જોઇએ. સમયાંતરે ડોકટરની સલાહ લેવી જોઇએ અને બ્લડ સુગરની નિયમિત તપાસ કરાવવીં જોઇએ.

(3:58 pm IST)