દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રિંગ ઓફ ફાયર દેશોના વિસ્તારમાં સામેલ ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપનું કેન્દ્ર નોર્થ આઇલેન્ડના પૂર્વમાં હતું રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5ની આંકવામાં આવી છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના ઝટકા સ્થાનિક સમયાનુસાર લગભગ રાત્રીના 8 વાગ્યાને 22 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા તેમની ઊંડાઈ 10 કિમિ જોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણે કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:12 pm IST)