દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

હોટલમાંથી સિગરેટ લેવા જવું આ શખ્સને ભારે પડ્યું : હાથ પર બાંધેલ 5 કરોડની ઘડિયાળ લૂંટી ચોર રફુચક્કર

નવી દિલ્હી: ચોરીની ઘણીબધી ઘટનાઓ આપણે સાંભળી હોય છે પરંતુ આ ઘટના વિષે સાંભળીને સહુ કોઈને અચરજ લાગી જાય તેવી આ ઘટના છે જાપાનથી પેરિસ ગયેલ એક શખ્સને પોતાના હોટલની બહાર સિગરેટ લેવા માટે જવું ખુબજ ભારે પડ્યું છે. હોટલની બહાર જતા આ શખ્સની સ્વિસ ઘડિયાળની ચોરી થઇ ગઈ છે. જેની કિંમત 840000 ભારતીય કિંમત મુજબ 5 કરોડ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                    30 વર્ષીય આ જાપની શખ્સને સોમવારના રોજ રાત્રીના આર્ક ડી ટ્રાયમ્ફની નજીક 5 સ્ટાર હોટલ નેપોલિયનની બહાર ગયો હતો હોટલની બહાર એક શખ્સે તેને સિગરેટ ઓફર કરી હતી જેવી તે સિગરેટ લેવા માટે હાથ આગળ કરે છે અને આ શખ્સ તેમની ઘડિયાળ ચોરીને છુમંતર થઇ જાય છે.

(6:09 pm IST)