દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

24 કલાક સુધી હવામાં રહી શકશે રશિયાનું અલ્ટીયસ-યુ ડ્રોન: આ છે તેની વિશેષતા

નવી દિલ્હી: દ્રોણની દિશામાં નવી નવી શોધ કરવામાં આવી રહી છે ત્યારે હવે અલગ અલગ પ્રકારના હથિયાર પણ આવશ્યક બની ગયા છે એક બાજુ સેનાએ ડ્રોનના ઉપયોગ સીમા પર નિયંત્રણ રાખવા અને અન્ય શોધ કરી છે ત્યારે બીજી બાજુ આતંકવાદી તેમનો ઉપયોગ હથિયાર પહોંચાડવા અને નશીલા પદાર્થોની તસ્કરી માટે કરી રહ્યા છે. દરેક દેશ પાસે પોતાના ડ્રોનની વિશેષતા અલગ અલગ છે.

              આ દિશામાં આગળ આવતા રશિયા મંત્રાલયે 6 ટનના  અલ્ટીયસ-યુ ડ્રોન વિકસિત કર્યું છે. થોડા દિવસ પહેલા મંત્રાલયની તરફથી આ ડ્રોન પહેલા ઉડાનનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે 24 કલાક સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે દૂરથી જોવા પર આ એક લડાકુ વિમાન સરખું જ દેખાઈ છે જેનાથી સામાન્ય માણસ તેને ડ્રોન નહીં પરંતુ એક ફાઈટર જેટ સમજવાની ભૂલ કરી શકે છે.

(6:05 pm IST)