દેશ-વિદેશ
News of Thursday, 10th October 2019

મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ

ઓફિશ્યલ કાર્યક્રમમાં ખુદ હાજર રહી શકતાં મેકિસકન

લંડન તા ૧૦  : જયારે તમે અગત્યના હોદો સંભાળતા હો અને એ હોદાનીરૂએ તમારે ચોક્કસ ઇવેન્ટમાં હાજર રહેવું બહુ જરૂરી હોય છે. જોકે મેકિસકોના પિચુકલાસો શહેરના મેયર મોઇસેસ એગ્યુઇલરે થોડા દિવસ પહેલાં એક ઓફિશ્યલ પબ્લિક ઇવેન્ટમાં પોતાની જગ્યાએ પોતાનો લાઇફસાઈઝ કટઆઉટ મોકલી દીધો હતો, એટલુંજ નહીં, જે પણ ઓફિશ્યલ ડિગ્નિટરીઝ સાથે તસ્વીરો લેવાની હતી એમાં તેમનો કટઆઉટ ઉભો રાખી દેવામાં આવ્યો હતો. આ ઘટના પછી લોકોમાં જબરો રોષ ફેલાયો હતો. મોઇએસસભાઇ ૨૦૧૮માં જ ઇલેકટ થઇને મેયર બન્યા હતા. એક નર્સમાંથી રાજકારણી બન્યા હતા અને જયારે હેલ્થ સર્વિસીઝને લગતી ઇવેન્ટ હતી ત્યારે જ મેયરસાહેબે પોતે ગાયબ થઇ ગયા હતા અને પોતાની અવેજીમાં કટઆઉટ મોકલી આપ્યું હતું. એટલુંજ નહી, શહેરના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પર પણ તેમના કટાઆઉટ સાથેની તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી.

(3:26 pm IST)