દેશ-વિદેશ
News of Wednesday, 10th October 2018

થોડા દિવસોમાં જ દુર કરો બ્લેકહેડ્સ

મોટાભાગના લોકો બ્લેકહેડ્સની સમસ્યાથી હેરાન હોય છે. ખાસ કરીને નાક પર વધારે બ્લેકહેડ્સ હોય છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ પરંતુ બ્લેકહેડ્સ દુર થવાનુ નામ લેતા નથી. તો જાણો તેને સાફ કરવાના ઘરેલુ ઉપાય.

મોટાભાગે સફેદ ટુથપેસ્ટમાં મિન્ટની માત્રા વધારે  હોય છે. તે ત્વચામાં રહેલ છીદ્રોને ખોલીને બેકટેરીયા દુર કરે છે. જે બ્લેકહેડ્સનું મુખ્ય કારણ હોય છે. તેમજ મીઠામાં રહેલ મિનરલ્સ ડેડ સ્કિનને દુર કરે છે.

ઉપયોગ કરવાની રીત :

એક વાટકામાં અડધી ચમચી ટુથપેસ્ટ લઇ તેમાં ચપટી એક મીઠુ મિકસ કરો. આ પેસ્ટને તમારી ત્વચા ઉપર ટુથબ્રશ દ્વારા લગાવો અને પાંચ મિનીટ સુધી હળવી નાશ લો. તેનાથી નાક પરના બ્લેકહેડ્સ મુલાયમ થઇ જશે અને સરળતાથી બહાર નીકળી જશે. તેને સાફ કર્યા બાદ પેસ્ટનો ફરી એક કોટ લગાવો અને પાણી મિકસ કરી હળવું મસાજ કરો. જેનાથી બાકી રહેલ બ્લેકહેડ્સ પણ નીકળી જશે. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઇ લો અને મોશ્ચરાઇઝ કરો. આવુ અઠવાડીયામાં એક વાર કરો.

એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે તમારી ત્વચા કેવી છે? કારણ કે અમુક પ્રકારની ત્વચા પર આ વસ્તુઓ શુટ થતી નથી. તેથી જો તમને આ વસ્તુની એલર્જી ન હોય અને તમારા ચહેરા પર આ વસ્તુ શુટ થતી હોય તો જ આ પ્રયોગ કરવો.

(10:49 am IST)