પેરિસમાં ચાકુ હુમલામાં 7ને ગંભીર ઇજા
નવી દિલ્હી:પેરિસમાં બે બ્રિટીશ પર્યટક સહિત સાત લોકો પર ઘાતક ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીએએફપીએની જાણકારી મુજબ હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ મૂળ અફગાનનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાત ઘાયલ લોકોમાંથી ૪ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોર અફઘાનિસ્તાનનો હોઈ શકે છે. આ હુમલાખોર પાસે એક ઘાતક છરો અને લોંખડનો રોડ હતો. જોકે હજી આને આતંકી હુમલો નહી જાહેર કરાયો કારણ કે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કહી શકાય કે હુમલાખોરના નિશાના પર રોડ પર ફરી રહેલા લોકો જ હતા. હુમલો કરનારે રસ્તા પર ચાલતા લોકોને પોતાનો નિશાનો બનાવ્યો હતો આથી આ હુમલાને આતંકી હુમલા તરીકે જોવામાં નથી આવતો. આ ઘટના પેરિસના પૂર્વ ભાગમાં એક નહેરના કિનારે આશરે ૧૧ વાગ્યે બની હતી.