દેશ-વિદેશ
News of Wednesday, 10th August 2022

તાઇવાને પણ સમુદ્રમાં વળતી યુદ્ધની કવાયત શરૂ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકી સંસદ ગૃહ સેનેટના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ ચીન અને તાઇવાન વચ્ચે સર્જાયેલા તનાવમાં હવે ચીનની યુધ્ધ કવાયતની મુદત પૂરી થઇ ગઇ હોવા છતાં પણ ચીન નૌકાદળ તથા હવાઈ દળ દ્વારા સતત દ્વિપ વિસ્તારમાં પેટ્રોલીંગ અને વધુ આક્રમક વલણ ચાલુ રાખતા અંતે તાઇવાને પણ વળતો યુધ્ધ અભ્યાસ શરુ કરી દીધો છે. તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ જાહેર કર્યું હતું કે તાઇવાઇન સ્ટ્રેટના માર્ગમાં ચીન પૂર્વ અને દક્ષિણ સમુદ્રમાં કબજો કરવા માગે છે અને તેના કારણે તાઇવાનના ઔદ્યોગિક હિતોને મોટુ નુકસાન પહોંચી શકે છે. ચીન દ્વારા યુધ્ધ અભ્યાસના પાંચ દિવસ પછી પણ તેના યુધ્ધ જહાજો તથા વિમાન વાહક જહાજોને તાઇવાન સ્ટ્રેટ તરીકે વિસ્તારમાં તૈનાત રાખ્યા છે અને હજુ પણ ચીન અહીં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. બીજીતરફ તાઇવાનના આ યુધ્ધ અભ્યાસનો જવાબ દેતા સમુદ્રી ઉપરાંત જમીની સૈન્ય અભ્યાસ પણ ચાલુ કર્યો છે અને ખાસકરીને સમુદ્રી ક્ષેત્રની સીમામાં હોવિત્ઝર તોપ તૈનાત કરી છે. ગઇકાલે આ અંગે એક ખાસ સેશન યોજવામાં આવ્યું હતું અને સમુદ્રી ક્ષેત્રમાં તાઇવાનના આર્મીએ ભારે તોપગોળા પણ દાગ્યા હતા.

 

(4:51 pm IST)