દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

લંડનમાં ચાર માળની બિલ્ડિંગમાં આગ ભભૂકતા અફડાતફડી

નવી દિલ્હી: લંડનના બેયસવાટર ક્ષેત્રમાં ગુરુવારના રોજ એક ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી છે લંડન સ્થિત દમકલ વિભાગે આ વાતની જાણકારી આપી છે તેમને વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા દમકલની 10 ગાડીઓ તથા લગભગ 70 દમકલકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો દમકલ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ આગની ઝપેટમાં અડધી બિલ્ડિંગની દીવાલ આવી ગઈ હતી હજુ સુધી આગના કારણની શોધ થઇ નથી.

 

(6:25 pm IST)