દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

માણસ કેટલું ભણશે એ પણ જીન્સ દ્વારા જાણી શકાય

સીડની તા.૧૦: ઓસ્ટ્રેલિયાની કવીન્સલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર વિશર અને સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટી (ડોર્નસિફે)ના અસોસિએટ પ્રોફેસર ડેનિયલ બેન્જામિન સહિતના વિવિધ દેશોના વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમના સંશોધન મુજબ જીન્સના ૧૩૦૦ જેટલા પ્રકારો કોઇ પણ વ્યકિત કેટલું શિક્ષણ મેળવી શકશે એ બાબત સાથે સંકળાયેલા છે. જિનેટિકસ વિશેના સંશોધન-અભ્યાસનો લેખ જર્નલ 'નેચર જિનેટિકસ'માં પ્રગટ થયો હતો.

વિજ્ઞાનીઓએ જણાવ્યા પ્રમાણે શિક્ષણપ્રાપ્તિ મુખ્યત્વે પર્યાવરણ અને સામાજિક પરિબળોથી પ્રભાવિત હોય છે, પરંતુ શરીરની આંતરિક રચનાના અનુસંધાનમાં યાદશકિત અને ભીતરની વૃત્તિઓ અને વિશેષતાઓ જેવી વ્યકિતત્વલક્ષી બાબતો, યાદશકિત તેમ જ વ્યકિતઓની વસ્તુઓ અને વિષયોને ઓળખવા-પારખવાની ક્ષમતાની પણ અસર થતી હોય છે. એ બાબતો જિનેટિક વેરિયન્ટ્સ પર આધારિત હોય છે. x ક્રોમોસોમ્સમાંના જેનેટિક વેરિયન્ટ્સ પુરૂષો અને સ્ત્રીઓમાં વેરિયેશનનું નિશ્વિત પ્રમાણ સમજાવે છે. શિક્ષણપ્રાપ્તિ સાથે સંબંધિત અનેક જીન્સ મગજના વિકાસના દરેક તબક્કામાં પ્રભાવશાળી હોય છે.

વિજ્ઞાનીઓ અનેક જિનેટિક વેરિયન્ટ્સની સંકલિત અસરનું વિશ્લેષણ કરે છે. એ વિશ્લેષણમાં વ્યકિતના ઔપચારિક શિક્ષણ ઉપરાંત જન્મ, મૃત્યુ અને બીમારીઓ જેવી બાબતોની પણ જાણકારી મળે છે.(૨૮.૨)  

(4:08 pm IST)